પણ તારી જેમ સફળ થતો નથી
ના મનથી કે દિલથી બીજાનો થઈ શકતો નથી
ક્યારેક તારા અવિશ્વાસ કર્યાના વિચારો કરી
બે પળ પડખું ફેરવી લઉં છું
પણ ફરી શ્વાસની માફક તારું આવન જાવન
શરૂ થઈ જાય છે
છતાં કોશિશ કરી હતી
તને ભૂલી ગયો છું
એવું માનવા લાગ્યો હતો
હું હવે સ્વસ્થ થઈ ગયો હતો
પણ
અચાનક અસહ્ય પીડા ઉત્પન્ન થઈ
અને એ પીડામાં હું તારું નામ
બે વાર બોલી ગયો હતો !!
- અંશ
No comments:
Post a Comment