તેને હું ખૂબ ધારીને જોતો હતો ,
મારી પાસે તેનો બસ ફોટો હતો !
માનતો હું તેને કાયમ બેવફા ,
જિંદગીમાં એજ તો ધોકો હતો !
પારકી થઈ એ પહેલાં ,શું કહું !
હા ,પરણવાનો કને મોકો હતો !
એ મને કેમ ના મળી ભગવાન ઓ,
પ્યાર મારો ,કે એનો ખોટો હતો ?
જિંદગીભર 'અંશ' નહિ ભૂલી શકે ,
જિંદગીમાં એનો ના જોટો હતો !
- અંશ ખીમતવી
No comments:
Post a Comment