Friday, June 5, 2020

બાળગીત

બાળગીત / જગો તોફાની

હું તોફાની જગો તોફાની 
કરું છું બસ મારી મનમાની
હું તોફાની જગો તોફાની....

કાકીના નળિયાં ફોડું 
માસીના માટલાં ફોડું 
રોટલી ચોરું છાનીમાની 
હું તોફાની જગો તોફાની....

હુપાહુપ કરી 
છોકરાઓને ડરાવું 
ઝાડપર દોડમ દોડી કરી
હું તોફાની જગો તોફાની ....

હું તોફાની જગો તોફાની 
કરું છું બસ મારી મનમાની...


- અંશ ખીમતવી




કાળા કાળા વાદળાં 
કાળા કાળા વાદળાં 
સૂરજ દાદાએ 
જાણે ઓઢયા છે ધાબળા 
કાળા કાળા વાદળાં....

ધોળા ધોળા બગલા...
ધોળા ધોળા બગલા...
રૂના જાણે ઢગલા ...
રૂના જાણે ઢગલા.....

લીલાં લીલાં ઝાડવાં.   
લીલાં લીલાં ઝાડવાં....
ધરતીપર જાણે પાથર્યા પાથરણા....

કાળા કાળા વાદળાં...
કાળા કાળા વાદળાં.....

- અંશ ખીમતવી..

No comments:

Post a Comment