ફ્રેમમાં ફોટો મઢાઈ પણ જશે,
વ્યક્તિ બે પળમાં ભુલાઈ પણ જશે!
જો હશે ફિદા તમારા પર પ્રિયે,
આંખના રસ્તે જણાઈ પણ જશે.
છેક સુધી ' મા' ને સાચવશો તમે,
દુઃખ ભવભવના કપાઈ પણ જશે.
ના કદી પાથરશો રસ્તે કંટકો ,
ભૂલથી જાતે ચલાઈ પણ જશે!
લાખ ચુપ્પી પ્રેમની રાખી લે તું,
ગામમાં વાતો તણાઈ પણ જશે.
- ansh khimtvi..
No comments:
Post a Comment