Friday, May 22, 2020

ગઝલ

મેં એક ઘર રાખ્યું હતું ,
સમણું મારુ જાગ્યું હતું!

એની ઝલક જોયા પછી,
તનમન બહું નાચ્યું હતું ! 

અનુભવ કહે છે પ્રેમનો,
દિલપર  મને વાગ્યું હતું ! 

દ્વારે ટકોરા છોડીને,
 એ ઘરથી મન વાળ્યું હતું. 

ડગલે ને પગલે દર્દ ,ઈશ ! 
ભોળું મનખ ભાળ્યું હતું! 

- ansh khimtvi

No comments:

Post a Comment