Saturday, May 16, 2020

અંશ , જમ્યું કે નહિ ?
જમીલે જે અને હા ખબર છે ને
ચાર રોટલી તો ખાવી જ પડશે,
નહિ તો હું વાત નહિ કરું!
બપોરે વેળે તું માથે રૂમાલ રાખજે
'લૂ 'વાય છે ખબર પડે છે!
આમ જો મૂડ કેમ તારો નથી 
શું થયું છે?
વાંધો નથી , પછી કોલ કરું છું,
તને કહું છું તારી આંખોમાં એક પણ આંસુ ન 
આવવું જોઈએ,
તું ચિંતા ન કર હું છું ને તારી સાથે,
હા,  જીવીશ ત્યાં સુધી સાથ નહિ છોડું બસ ,
તને કઈ નહિ થાય, 
કઈ થવા પણ નહિ દઉં
બધો 'વાર્તાલાપ 'પ્રેમનો નહિ
પણ
એનો 'ટાઈમપાસ' નીકળ્યો!


-અંશ ખીમતવી


No comments:

Post a Comment