Tuesday, May 5, 2020

લેખ

- અંશ ખીમતવી -

   તમે શુ કહો છો મિત્રો ?  સાચી વાત છેને!

   

     અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાએ મોટી મહામારી ફેલાવી છે.જેનાથી આપ સૌ વાકેપ જ હશો.છેલ્લા ચાલીશ દિવસથી  લોકડાઉન ચાલી રહ્યું છે.જે આપણા  જીવ માટે આપણા પરિવાર માટે યોગ્ય છે.અને તેનું પાલન ચોક્કસ પણે કરવું રહ્યું. પણ મારે જે વાત કરવી છે એ થોડી અલગ છે. મારે વાત કરવી છે એવા પરિવારોની એવા લોકોની કે જે વર્ષોથી કોઈ સંસ્થા ,કોઈ કંપનીમાં જોબ કરતા હોય.જેમનું કુટુંબનું ભરણપોષણ ફક્ત એક કંપની પર નિર્ભર હોય. જેમના પરિવારનું ગાડું ફક્ત એ જ કંપની , સંસ્થા, નાની એવી નોકરી પર જ નિર્ભર હોય. તો સમજી શકાય આવા કપરા સમયમાં એમને રૂપિયાની જરૂર હોય જ .અને આવા સમયમાં કોઈ ઓચિંતું સભ્ય બીમાર થઈ ગયું તો ! માણસ રૂપિયા  ક્યાંથી લાવશે? આપ સમજી શકો છો. ત્યારે ખરેખર માલિકોઓ એમની ચોક્ક્સ પણે મદદ કરવી જોઈએ.જે વર્ષોથી તમારી કંપનીમાં ઈમાનદારી પૂર્વક  માણસો કામ કરતા આવ્યા હોય તો આજે આવા કપરા સમયમાં ચોક્કસ એમની લાગણીઓને સમજવી જોઈએ.અને એમને આર્થિક મદદ કરવી જોઈએ. ખરેખર આજ સમય છે એકબીજાની લાગણીઓમાં તરબોળ થઈ જવાનો. પ્રેમની સાંકળને વધુ મજબૂત બનાવવાનો સમય.  ખરેખર એ માણસો ધન્યવાદને પાત્ર છે કે જે સામેથી પૂછે છે કે તમારે કઈ આર્થિક જરૂર છે ? જો હોય તો બિન્દાસ કહેજો. તમે વર્ષોથી અમારે ત્યાં ઈમાનદારી પૂર્વક સેવા કરી છે.તો આવા સમય તમને સાચવવા એ અમારી ફરજ છે. તો એવા ઇશ્વરીઅંશ સ્વરૂપ માણસો પણ છે. એવું નથી કે માણસાઈ સાવ મરવા પડી છે! 

     બસ આ નાનકડો લેખ લખવા પાછળ મુખ્ય હેતુ એક લાગણી છે. જો કોઈ લાગણીને સમજે અને એ કારણે કોઈ પરિવારના મુખ પર  સ્માઈલ આવી જાય તો  હું મારું અહોભાગ્ય માનીશ... !! 


આભાર......

No comments:

Post a Comment