આ કવિ કેમ ? મારા વિચારો મૂકું છું... ઉણપ હશે પણ ક્ષમા સાથે બે શબ્દો લખું છું.
ઘણીવાર મનમાં થાય કે આ કવિ કેમ ? વળી કવિઓની શી જરૂર છે આમતો કહેવાય જના કે કવિઓની શી જરૂર .અરે કવિ વગર બધું અધૂરું છે પૃથ્વી પર સૂર્યની જેટલી જરૂર છે એટલી જ જરૂર આ પૃથ્વી પર કવિની છે એ કહેવું અતિશયોક્તિ નથી. કહેવાય છે કે" જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ" કવિ એવી જગ્યાએ પહોંચે છે જ્યાં રવિ નથી પહોંચી શકતો. સાચું કહું તો મને એવું લાગે કે ઘણી બધી એવી ચીજ વસ્તુઓ ભગવાને સર્જન કરી છે . આમાં આપણે માણસને જ જોઈએ તો એ પ્રેમ વગર જીવી જ ન શકે ! એમ કહીએ તો કશું ખોટું નથી ! માણસ માટે પ્રેમ અમૃત છે ઓસડ છે. પ્રેમ માણસને બીમારીમાંથી બેઠો કરે છે. અર્થાત પ્રેમ ખૂબ જ જરૂરી છે માણસો માટે. ત્યારે મને એવું લાગે કે ભગવાનને એવો વિચાર આવ્યો હશે કે આ માણસને તો માણસ પ્રેમ કરે છે પણ આ સૃષ્ટિ પર ઘણી એવી વસ્તુઓ છે કે જેઓ પ્રેમ માટે તરસે છે . જેમાં
આ પંખી , સાંજ , વાદળ,ઝરણાં, નદી ,નાળા, અડીખમ પહાડો આકાશ , આ વનસ્પતિઓ, અને ઘણી આ નિર્જીવ વસ્તુઓ એવી તો કરોડો ચીજ વસ્તુઓ છે જેમને પ્રેમ નું ફળ મળે . એ માટે ભગવાનને કઈક મનમાં થયું હશે અને કવિને જન્મ આપ્યો હશે. કવિ ભગવાનને ખૂબ ગમતો માણસ છે . કવિ ભગવાનનો ખૂબ નજીકનો માણસ કહીએ તો પણ ચાલે આમતો બધા જ જીવો ભગવાનના અંશો જ છે . આ તો આ સાંજ ને સોળે કળાએ આમ ખીલતી જોઈ એટલે મારાથી ન રહેવાયું. હાથમાં મોબાઈલ લઈ ને કરવા બેઠો ટાઈપિંગ . મારા હાથના ટેરવાનું પણ કેવું સદભાગ્ય કે એને પણ ભગવાનનું કામ કરવા માટે તક મળી . ખરેખર કવિઓ વગર આ સૃષ્ટિ ની સવાર ક્યારેય ન પડે. આ મૂંગી સંધ્યામાં લાખો રંગો કવિએ પૂર્યા છે. હું ખુશ છું કે મારાથી આ શબ્દો લખાઇ રહ્યા છે. અરે ! આ સંધ્યા ક્યાં ગઈ ? અંશ તો ચારે બાજુ એ જોવા લાગ્યો પણ ઉપર નજર કરી તો રાતનના ખોળામાં નિરાંતે પોઢી હતી. હું પણ મંદ મંદ હસ્યો વાહ ! કુદરત વાહ ! તારો નજારો..
અંશ ખીમતવી...
No comments:
Post a Comment