મારી યાદોમાંથી તને હું
નીકાળી નહિ શકું
તારી યાદોને મારાથી દૂર કરવી એટલે
અંશનું મરણ પામવું...
તું ફૂલોની ફોરમ માણી શકે
સુખેથી જિંદગી મહેકાવી શકે
બે ફિકર રહી શકે...
પણ
પ્રિયે!
અંશના અંશ ,અંશમાં તારા પ્રેમનો
પ્રવાહ સતત વહેતો રહેશે,
જ્યાં સુધી
નસેનસમાં રક્ત, શ્વાસ ચાલે છે.
પણ તું
બે ફિકર રહેજે.
કારણ....તારો પ્રેમ કાગળની નાવ છે !
- અંશ
No comments:
Post a Comment