Sunday, April 12, 2020

હમણાં હમણાં એવો આભાસ
થાય છે કે તું મારા હદયને સ્પર્શતી નથી!
લાગણીઓ પથ્થર થઈ ગઈ
કે આંસુઓ જામી ગયા છે
કે ભાવ નથી રહ્યો મારા પ્રેમમાં ?
શું થયું તને ?
નિરંતર તું દૂર જવા લાગી છે,
કેમ મો ફેરવી લીધું છે ?
મને
ખબર છે તારો એક જ જવાબ
'મજબૂરી.'
અને એ તદ્દન ખોટો છે
કારણ
પ્રેમ શક્તિને કોઈ તાકાત રોકી શકતી નથી
કદાચ
તે
સ્વયં  પોતે જ પ્રેમનો જીવ લઈ લીધો લાગે!!

- ansh khimtvi

No comments:

Post a Comment