સમય કેટલો કરવટ લઈ ગયો
ગઈ ઉત્તરાયણમાં
તારા હાથમાં મારા પતંગની ફીરકી હતી
પણ
આજે
તારા હાથમાં કોઈ બીજાની છે
એ તો વિધાતા લેખ સમજ્યા !
પણ
તારા હોઠપરની મુસ્કાન
અંશના મુરઝાયેલા ચહેરાને
છેતરી ગઈ !
તને કોમ્પ્રેમાઇઝ કરતા આવડે છે સમજાઈ ગયું મને !!
- અંશ ખીમતવી
No comments:
Post a Comment