Friday, December 6, 2019

પ્રવાસ દરમિયાન શિક્ષકોની સારસંભાળ જોઈ એક દીકરીની પ્રવાસથી ઘરે આવીને પપ્પાને વર્ણેલી લાગણીસભર વાત.

પ્રવાસ દરમિયાન શિક્ષકોની સારસંભાળ જોઈ એક દીકરીની પ્રવાસથી ઘરે આવીને પપ્પાને વર્ણેલી લાગણીસભર વાત...

*પપ્પા અમારા સર તો બહું સારા છે! *

જે હાથમાં સોટી મારી , મોટા મોટા ડોળા કાઢી, પપ્પા અમને ખીજવતા !
એજ સર મને માથે હાથફેરવી બેટા ,બેટા કહેતા .
આજે મને ખબર પડી કે અમારા સર કેટલા પ્યારા છે,
પપ્પા, અમારા સર તો બહુ સારા છે!

આમ કરાય તેમ કરાય , આ ખવાય તે ખવાય,
વડીલોને આદર અપાય , સંસ્કારોની મોટી મોટી વાતો શીખવતા ,
પણ , અમે અમારા કાન આગળ ભીત બનાવી દેતાં ,
પણ, એ તો જરીકે અમારી ચીસ સાંભળી
દોડીને કાળજી લેતાં ,
આખા જગથી અમને તો અમારા સર વ્હાલા છે.
પપ્પા, અમારા સર બહુ પ્યારા છે !

જેમ તમે અમને રમાડો છો,
માથે હાથ દઈને જમાડો છો,
ઘડીક ન દેખાઉં તો ગળીએ ગળીએ શોધો છો ,
એમ અમારા સર, સદા અમારી ચિંતા કરનારા છે.
કોણે કહ્યું કે અમારા સર બહુ ખારાં છે!
પપ્પા , અમારા સર તો બહુ સારા છે!

- અંશ ખીમતવી

No comments:

Post a Comment