તને યાદ છે ?
તને યાદ છે ? હું ઘણીવાર હિંમત
હારી જતો , વિચારોના ચકડોળમાં
ઘૂંચવાઈ જતો,
આંસુઓના દરિયામાં ડૂબી જતો,
ત્યારે એક તું જ વિકલ્પ
મને
પ્રેમનો ખભો બની રહેતી.
અને મારી નાવને હલેચા માર્યા કરતી,
નાવડીને અવિરત તરતી રાખતી,
પણ આજે તું નથી નિકટ
ક્યારેય વિચાર નથી આવતો તને
કે અંશના હાલ પૂછી જોવું.....
ખેર ,
જેનું કોઈ નથી હોતું તેનો તો
ખુદ.......
- અંશ ખીમતવી
No comments:
Post a Comment