Thursday, April 25, 2019

જિંદગીની પડદો..

મારી આંખો પર ભાર શાનો ?
અચાનક પાંપણો ઢળી રહી હતી,
મારી સામે અંધારું આવી રહ્યું હતું
ને
અચાનક મને બાળપણનું
સ્મરણ થયું
કાલી ઘેલી ભાષા
બાળહઠો
એ દોસ્તો,
અને યુવાવસ્થામાં
મને ગમતી
પ્રિયતમા ....
એની આંખો, સ્મિત, સ્પર્શ એની વેદના ...
જેને સુખ દુઃખમાં સાથ આપ્યો એ જીવન સંગીની,
થાક્યો, પાક્યો દીકરા સમા ગેડાની સહાયથી
માંડ મુકામ પર પહોંચતો,
આજે તો થાકીને સૂતો હતો .....
અને
આ બધું ચિત્ર એકાએક
મારી નજરે પડ્યું
અને
પછી
જિંદગીનો પડદો પડી ગયો !!

- અંશ ખીમતવી

No comments:

Post a Comment