Saturday, April 27, 2019

ભીતરથી

હા, હું
ભીતર ઘણો રડ્યો છું
ભાંગ્યો છું
તૂટ્યો છું
પછડાયો છું
હાર્યો છું
પણ
ભીતરથી જાગ્યો છું
બેઠો થયો છું
ને ભીતરથી જીત્યો છું
ખુશ પણ થયો,
સફળ પણ
ભીતરથી આથમ્યો
ને ઉગ્યો છું,
અને જીવ્યો પણ છું
મને
મારાથી
ઘણું સાંપડ્યું છે...

- અંશ ખીમતવી

No comments:

Post a Comment