Monday, January 21, 2019

રાખ થઈ ગઈ

તું એક પણ વચન નિભાવી ન શકી,

તે શું કહ્યું તું યાદ છે !
આખી લાઈફ તારી સાથે રહીશ,
તારા સુખ દુઃખમાં તારો ખભો બનીશ
તારી આંખો ક્યારેય ભીની નહિ થવા દઉં
અને તારા સ્વાસ્થ્ય માટે કાયમ ભગવાનને પ્રાર્થના કરીશ,
હું તારી પ્રિયે જ નથી પણ અર્ધાંગિની છું !
આજે આ બધી વાતો
એક સ્વપ્ન બની ને રાખ થઈ ગઈ !

અંશ ખીમતવી...

No comments:

Post a Comment