મારી પ્રિયેની અંશ ઝલક....
કોરા હવામાં લહેરાતા રેશમી કેશ,
લટની ઝાઝી શોખીન નહિ પણ ક્યારેક
મારા મન માટે રાખી લેતી...
આંખો બદામી...
નેઇલ પોલીસ ગુલાબી....
લિપસ્ટિક આછી ગુલાબી....
ચહેરો મારા દિલને ગમી જાય એવો ...
બ્લ્યુ સાડીમાં તો , હું ભાન ભૂલી જતો
આજુ બાજુનું.....
બસ એજ નજરમાં રહેતી.
સ્વર હદય પ્રિય ,
મારુ નામ એના હોઠપર આવતા
હદય બાગબાગ થઈ જતું
અને એકદમ પાતળી....
ઝાંઝર એનું મૌન રહેતું...
વધારે કહેતા પહેલા એક ગાલ પર તલ રાખું છું કારણ કે કોઈની નજર ન લાગી જાય.
અંશ ખીમતવી
No comments:
Post a Comment