Monday, January 14, 2019

ગઝલ


તમારા વિના ક્યાં મજાઓ રહી છે
સદાને જ માટે સજાઓ રહી છે

બનાવી દીધું હોત મંદિર હદયનું ,
તમારી મૂરતની વજાઓ રહી છે !

ગઝલ તો લખી લઉ એ કારણ થકી હું
વ્યથા ગૂંથવાની કલાઓ રહી છે !

નયન તો રડે છે વિચારી વિચારી ,
વિયોગી દુઃખોની દશાઓ રહી છે !

મળે જો કદી, એ કેડીએ મને તો ,
કહી દઉં હદયમાં જગાઓ રહી છે .

અંશ ખીમતવી





No comments:

Post a Comment