Tuesday, January 15, 2019

અછાંદસ


કડકડતી ઠંડીમાં ,
શિયાળાની થીજી ગયેલી સવારમાં
ગોદડું દૂર કરવાનું ગમતું ન હોય ,
દાંત માંથી કડકડ અવાજ આવતો હોય,
સૂરજ દાદા પણ ટાંટિયાવાળીને સુતા હોય
એવા સમયે ,
રસોડામાંથી વાસણોનો
અવાજ સંભળાવા લાગે !

અંશ ખીમતવી ( મમ્મી, પપ્પા અને હું )

No comments:

Post a Comment