મેં મારું સર્વસ્વ તને અર્પણ કરી
દીધું છે આ પવિત્ર પ્રેમમાં,
નસીબ સંજોગે એક ન થઈ શક્યા
એનો વસવસો તો આ જિંદગી રહેવાનો..
પણ જો તને એમ થાય કે હવે મારી
જોડે કોઈ નાતો નથી રાખવો
તો હા એનું કારણ મને ચોક્કસ કહેજે ..
હું તારી હા મા હા ભેળવી દઈશ !
પણ તું અચાનક દૂર થઈ તો
સમજ જે આખી જિંદગી રડી રડી ને
મહા ખારો સમુંદર બની જઈશ....
એ પછી કદીએ મારામાં
પ્રેમની મીઠાસ નહિ પાંગરે !!
અંશ ખીમતવી
No comments:
Post a Comment