Monday, January 14, 2019

ખાલીપો

ખાલીપો

સાંજ મને હચમચાવી નાખે છે,
દિલમાં દર્દ હિલોળે ચડે છે.
જેના ખોળામાં બેસી ,
પ્રેમની વાર્તાલાપ કરતો, એ
સાંજ આજે નીરસ બની ગઈ છે.
આ દરિયાના મોજાઓને ,
જ્યારે કિનારે અથડાતા જોઉં છું ,
તો ,
કોઈ મને કટારી ભોંકતું હોય
એવું દર્દ થાય છે,
આ બધાનું કારણ
બસ
તારો ખાલીપો !

અંશ ખીમતવી

No comments:

Post a Comment