તારા કોરા વાળ હવામાં લહેરાતા
તારી આંખો બધું ભૂલીને
મારી તરફ એક યોગીની જેમ ધ્યાનસ્થ
થઈ જતી.. .
કાજલ ભરેલી આંખોનું સૌંદય પ્રકૃતિથી
અનેક ઘણું સુંદર લાગતું...
તને જોઈને
મારા રોમે રોમમાં કાયમ તહેવારનો
ઉમળકો રહેતો
પણ આજે
મારી પતંગની દોરે
હંમેશની માટે સાથ છોડી દીધો છે
હું
દિશાહીન ફંગોળાતો જાઉં છું
જિંદગીના ગગનમાં....
અંશ ખીમતવી
No comments:
Post a Comment