સાંજ મારો જીવ લઈ ને જાય છે,
સાચુ કહું છું તોય ક્યાં સમજાય છે !
સ્વપ્નમાં જોઉં છું જ્યારે આપને,
રાત આખી ત્યારે તો ભીંજાય છે !
પહેલા તું ગઝલો કેવી ચુમતી હતી !
આજ એની દિલમાં પસ્તી થાય છે !
તે લખેલા પત્રો બાળી નાખું છું,
અશ્રુઓ રોક્યા તે ના રોકાય છે !
શું કહેવા માગું છું સાંભળ હવે ,
"અંશ" સાચે જીવ છોડી જાય છે !
અંશ ખીમતવી
No comments:
Post a Comment