હાથ ઝાલીને લઈ ગયો !
આખું આકાશ આજે રંગબેરંગી
હતું , ચારે કોર મધુર પવન
વિહરતો હતો,
ધાબાઓ ખીચો ખીચ હતા
માનવ મહેરામણ ઉમટયો હતો
આજે કાપ્યો...કાપ્યો ....ની
ચિચિયારીઓ ગુંજતી હતી
કેટલીક પતંગ લાંબી દોરી સાથે
દૂર દૂર કપાઈને જતી હતી,
કેટલાક કપાયેલી પતંગો લૂંટતા હતા
આ ઉમંગમાં હું જરાય પણ ભાગ ભજવતો ન હતો
હું તો બસ મારી પતંગના વિચારોમાં
ડૂબેલો હતો ,
એ કોણ ક્યાંથી આવી ગયો
જે મારી પતંગને હાથ ઝાલીને લઈ ગયો!
અંશ ખીમતવી
No comments:
Post a Comment