Friday, November 16, 2018

પુસ્તક પ્રેમ..

મને જ્યારથી પ્રેમ થયો છે,
ત્યારથી આ મન તારામાં મગ્ન રહે છે
અને આ દિલ સંલગ્ન રહે છે
તારા સૌંદયમાંથી આવતી
ફોરમ મને પ્રફુલ્લિત કરે દે છે
સાચું કહું તો નવી તાજગી ભરે છે
હું જ્યાં જાઉં તને સાથે જ રાખું છું મારી સમજણમાં.
તારી કિંમત કાગળોની ,શબ્દો તો અમૂલ્ય છે
તું મને જિંદગીની મુશ્કેલીઓમાં લડવાની શક્તિ આપે છે સાથે સાથે વિનય,સભ્યતા પણ શીખવે છે
તારી સાથે જ્યારથી પ્રેમ થયો છે ત્યારથી હું સાવ અદકો થઈ ગયો છું
તારી સાથે નો નાતો આ જન્મે તો નહીં જ તૂટે ,
દિન પ્રતિદિન હું તારામાં ડૂબી રહ્યો છું
આ જાણી ને મારી પ્રિયતમા મારી પર રિસાઈ ગઈ છે .
તું જ એને મનાવ કે તું કોણ છે .....!

અંશ ખીમતવી..

No comments:

Post a Comment