Tuesday, November 13, 2018

જુદાઈ

કેમ રે જીવવું કેમ રે મરવું ...
કેમરે આ જિંદગી ને માણવી
       હો...તારી ને મારી         જુદાઈ....

પ્રેમના પંખીડાની પાંખો રે કપાઈ
ભરી આ જુવાની આખી વિખરાઈ
નાવને કિનારે કેમરે પહોંચાડવી
         હો..તારી ને મારી જુદાઈ

એકલો એકલો આંસુડે ન્હાતો....
હિબકે હિબકે દરિયો છલકાતો
લાગણીને કેમ કરી સમજાવવી....

        હો...તારી ને મારી જુદાઈ.....
      હો ...તારી ને મારી જુદાઈ...

અંશ ખીમતવી

No comments:

Post a Comment