ખુશ રહેજે..
તું મારી ચિંતા ન કરતી,
પણ મને ખબર છે તું કરશે જ
સાંભળ, ભલે તું ને હું
એક ન થયા
પણ આપણે બન્ને યાદોમાં,
દિલોમાં, સ્વપ્નોમાં, એક જ હોઈશું...
તને ખબર છે
ધરતીને આકાશ એક થયા છે ?
દરિયાના બે કિનારા એક થયા છે?
બે બાજુઓ પણ એક નહિ થઈ
છતાંયે બન્નેનું અસ્તિત્વ છે ને.
ખળખળ વહેતુ ઝરણું જોઈને
ખુશ રહેજે
બગીચાઓમાં ખીલેલા ફૂલો જોઈને ખુશ રહેજે
પૂનમના ચાંદને જોઈ ને ખુશ રહેજે
ઝરમરતા વરસાદ ને જોઈને ખુશ રહેજે
હું હવે તને શું કહું
તું મારા વગર પણ પ્લીઝ
ખુશ રહેજે .
અંશ ખીમતવી
No comments:
Post a Comment