Friday, August 24, 2018

અછાંદસ

કોઈને એટલા
હૃદયની ભીતર ન
બેસાડો કે
એક દિવસ તમારી લાગણી ને
ઠેસ મળે !
પથ્થર મળે ,
બળતા અંગારા મળે!
ઘોડાપુર , વાવાઝોડું
મળે,
તમારા સ્નેહને ઉજ્જડતા સાંપડે .
નફરતનો દુકાળ ,
અરે ! ભડભડતો જ્વાળામુખી....
એથી તો દૂરથી સલામવાળા
ક્યારેક તો કમાલ બતાવે !

અંશ ખીમતવી..

No comments:

Post a Comment