Monday, August 27, 2018

તારા કને....

બસ તારા કને જીવવું છે
બસ તારા કને મરવું છે

તારી બાહોમાં છુપાઈને
તારી આંખોમાં સમાઈને
જિંદગી આખી રહેવું છે
બસ તારા કને જીવવું છે

તારી હથેળીને ચુમવી છે
તારા ગરદનને ચુમવી છે
તારા ગાલને સ્પર્શવું છે
બસ તારા કને જીવવું છે

તારી ઝુલ્ફોની છાયામાં
તારી લટની અદાઓમાં
કાજલ ભરેલા નેણમાં
મન ભરીને ડૂબવું છે
બસ તારા કને જીવવું છે

તારા ગુલાબી હોઠના નસામાં
તારા ગોરા જોબનના સ્પર્શમાં
તારા મદહોશ રોમ રોમમાં
ભાન ભૂલીને ખરવું  છે
બસ તારા કને જીવવું છે

મુજને તારાથી અળગો ન કર
કાયાને જીવથી અળગો ન કર
જે મળી છે એ  જિંદગી
છેલ્લા શ્વાસ સુધી માણવી છે
બસ તારા કને જીવવું છે

બસ તારા કને જીવવું છે
બસ તારા કને મરવું છે

અંશ ખીમતવી

No comments:

Post a Comment