Monday, August 20, 2018

શુ તને...?

તે પણ સાચો જ પ્રેમ કર્યો હતો
શુ તને કઈ થયું નહોતું ?
તારા હાથમાં જે દિવસે મહેંદી મુકાણી હતી.
જે દિવસ તારા ઘરના રંગના વાઘા પહેરવાની શરુઆત થઈ રહી હતી !
ચારે બાજુ ઉમંગ, આનંદનો ગુલાલ ઉડી રહી હતો,
કોઈના દિલની રાણી હંમેશ માટે અળગી થવા જઈ રહી હતી.
તારા કંકુ પગલાં થવાના હતા, પીઠીયો ચોળાતી હતી,
કોઈને આપેલા હદયને વિધવાનું હતું.
તારા પ્રેમીના હદયમાં ધરતી કંપ આવવાનો હતો , લોહી મોજાઓની મારફત તોફાન મચાવાનું હતું ..
જીવ નું કઈ જ નક્કી નહોતું !
શુ તને.........?

અંશ ખીમતવી

No comments:

Post a Comment