હદયના શબ્દે અંશ ખીમતવીના કલમે.... રવિવાર...
આજના સમયમાં પ્રેમ શબ્દ..🌹
આજના સમયમાં પ્રેમ શબ્દ.
પ્રેમ શબ્દ કાને પડતા જ આખું હદય સંગીતમય ડોલી ઉઠે છે. પણ કેમ જાણે આજે આ શબ્દ સાંભળતા જ માણસના મનમાં નેગેટીવ વિચારો ઉમટી પડે છે. જ્યારે જાણવા મળે કે આ છોકરો આ છોકરીને પ્રેમ કરે છે તો બસ પછી એના પ્રત્યે ધિકકાર ભર્યું વર્તન કરવા લાગે છે. કોણ જાણે ક્યારે પ્રેમ ને લોકો પરમાત્માની અમૂલ્ય ભેટ માનશે ! મીરા નો પ્રેમ યાદ કરતા જ એક દિવ્ય જ્યોત મનમાં સર્જાય છે. મીરાંએ એક મૂરતને પોતાનો વર માની લીધો હતો. જેણે ક્યારેય જોયા ન હોતા. બસ મીરાને તન મનમાં એક જ મન લાગી ગયું હતું મારો ગિરિધર. મીરા તન મનથી ગિરિધરને વરી ગઈ હતી. પ્રેમ માટે મીરાંએ કેટલું કષ્ટ વેઠયું છે . પોતાના જીવને પણ જોખમમાં મૂકી દીધો હતો. અને રાજ પાટ પણ મીરાંએ ત્યાગી દીધા હતા . અને પ્રેમને ખાતીર મીરાંએ મેવાડ પણ છોડ્યું અને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા હતા. આ પ્રેમ છે એ જમાનાનો . ગંગા ના જળ જેવો પવિત્ર.
રાધા ને કૃષ્ણનો પ્રેમ પણ દિવ્ય હતો. પ્રેમ નો રસ જે ચાખે છે એને ખબર હોય કે રસ કેવો હોય છે. એ માટે ગૂંટડા પણ પીવા પડે છે. પ્રેમ જીવનમાં અનોખી દેન છે. તેને પ્રેમથી માણીએ અને જીવન ને સાર્થક કરીએ. પણ આજના સમયમાં ઘણા લોકોએ લફડા શબ્દમાં ફેરવી દીધો છે. કોઈ પ્રેમ કરતા નજરે પડે તો કહેવા માંડે આને તો આની સાથે લફડું છે. પ્રેમ કરનારે પણ પ્રેમને પવિત્ર માની ને માણવો જોઈએ. પ્રેમ વિશ્વાસ છે પ્રેમ પૂજા છે પ્રેમ આરાધના છે . પ્રેમ ઈશ્વર છે. પ્રેમ મીઠા મધનો દરિયો છે. પ્રેમ કરનારાઓએ પણ પ્રેમને સીમાંમાં રહીને માણવો જોઈએ. ખરેખર આ પ્રેમની પરિભાષા બદલાવી જોઈએ. પ્રેમ ને પવિત્ર ઈશ્વરીય ભેંટ માનવી જોઈએ....
અંતમાં એટલું જ કહીશ ....
પ્રેમ મીરા ,પ્રેમ રાધા
પ્રેમ વિના સબ છે આધા. .
અંશ ખીમતવી..
No comments:
Post a Comment