એકલા જુદાઈમાં રહેવાતું નથી
ક્યાંય મન આ મારું લાગતું નથી
ક્યારે મળીશુ......
ક્યારે મળીશુ..
સંગ રોજ ભેગા ને ભેગા રમતા ...
જુવાનીમાં પણ સંગ પ્રિતું રે કરતા....
હવે એકલા...કયારેય હસાતું નથી...
ક્યારે મળીશુ.....
ક્યારે મળીશુ...
માથું મારુ તારા ખોળામાં રહેતું
વાંકડિયા વાળમાં તારી આંગળીઓ ફરતી
હવે એકલા....બધું એ વિસરાતું નથી.....
ક્યારે મળીશુ..
ક્યારે મળીશું....
પીળો સૂરજ આ ક્યારેય આથમતો નથી...
તારા વિના ... આ ચાંદો ખીલતો નથી.....
હવે એકલા... મુને જીવાતું નથી.....
ક્યારે મળીશું...
ક્યારે મળીશું...
અંશ ખીમતવી...
No comments:
Post a Comment