Thursday, March 1, 2018

હોળીની શુભેચ્છાઓ

આવને થોડી ઓરી ઓ છોકરી
ચારે કોર ઉડે ગુલાલ તું છો કોરી
આવને થોડી ઓરી ઓ છોકરી .....

પાંપણ ના ઢાળ મને તું જોઈને ,
ઓ રૂપાળી ગોરી મન મોહિ ને
મારી નીંદરો લઈ ગઈ છે તું ચોરી
આવને..........

મારા અધરોથી તારા ગાલને રગું
તારા હોઠોને રંગવા ક્યારનો ઝંખુ
નયનોના ઉલાળા ને લાગે ભોળી
આવને.....
ના સતાવ મુને , આગળ દોડી
મારા હૈયાના ધબકાર આવને ઓરી
પ્રેમના રંગોમાં તને લઉ ડબોળી

આવને થોડી ઓરી ઓ છોકરી
ચારે કોર ઉડે ગુલાલ તું છો કોરી

અંશ ખીમતવી

No comments:

Post a Comment