અંત વેળાએ..
ચાંદ પણ સરમાઈ ને
નીચું જોઇલે
એવો તારો ચહેરો,
ને મારા નિકટ આવતા
તારી ધડકનો તેજ બની
ને આંખો ઢળી.
તારી લટ તારા જ રૂપ પર
મોહી હોય એમ અધરો પર
સ્પર્શયા કરે ....
બસ આ એક સ્વપ્ન હતું ,
પણ મારી આંખો તો ખૂલ્લી છે !
શુ ખુલ્લી આંખનું સ્વપ્ન ?
શ્વેત કેશ
કરચલી વાળો ચહેરો
જોયા કરે છે
જવાની અમારી પણ હતી .
અને આજે પણ છે
એ યાદો માં
પછી તો ટપ ટપ ટપ
અંત વેળાએ...
અંશ ખીમતવી
No comments:
Post a Comment