Tuesday, November 14, 2017

બાળગીત

બાળગીત
ચકુડા તું શાળામાં ભણવા હેડ કે
ચકુડા તું શાળામાં ભણવા હેડ કે ....

શાળામાં લપસણીને હીંચકા ,
હીંચકા ને ચકડોળ કેવા ગોળ ગોળ
ચકુડા તું પ્રેમથી મીઠું બોલ બોલ
ચકુડા તું શાળામાં ભણવા હેડ કે ....
                    ચકુડા .......

શાળામાં જઈને લખીશુ એકડો
એકડા પછી લખીશું બગડો ...
ચકુડા મીંડાનો આકાર કેવો ગોળ ગોળ
ચકુડા તું પ્રેમથી મીઠું બોલ બોલ
ચકુડા તું શાળામાં ભણવા હેડ કે ...
                       ચકુડા .......

ભણી ગણીને થઈ શું હોશિયાર ...
 આદર ને વિનમ્રતા ,  શીખી શું  સંસ્કાર ...                      
ચકુડા તું હા હવે બોલ બોલ
ચકુડા તું પ્રેમથી મીઠું બોલ બોલ

ચકુડા તું શાળામાં ભણવા હેડ કે
ચકુડા તું શાળામાં ભણવા હેડ કે

અંશ ખીંમતવી ....

No comments:

Post a Comment