Saturday, July 29, 2017

ગીત

સામે વાળી  આવી બારી ખોલે  તો વાત બંને
ફૂલ અગાશીએ જરા  ખીલે તો વાત બંને
સામે વાળી આવી બારી ખોલે તો વાત બંને

ક્યારનો જોતો વાટ  ,  બન્યો હું  થાંભલો
સંધ્યા ઢળી ને ઊગ્યો  તો એક તારલો
આ વેળે ચાંદ બની આવી જો એ ખીલે
સામે વાળી આવી બારી ખોલે તો વાત બંને .

નજરો મારી છેક પહોચી ખટ ખટાવે બારી ,
 ક્યાં સુધી તલ પાપડ આ નજર રોકવી મારી
 ધીરજ મારી નથી  રહી સાંકળ ક્યારે  ખોલે ?
સામે વાળીઆવી  બારી ખોલે તો વાત બંને

ગોરા  ગોરા ગાલ ના નમણાં પાંપણો જેમ ખૂલે
એમ હળવેથી ભીતરથી  બારી  જરા ખૂલે
મારા હદયની ધડકનો બારીએ જઈ જૂલે

ત્યાં તો સામેથી  એના બાપા આવી કંઈક બોલે
આ ધોધમાર વરસાદમાં  સામેની બારી કોણ ખોલે ?

સામે વાળી આવી બારી ખોલે તો વાત બને !
ફૂલ અગાશીએ જરા ખીલે તો વાત બંને !!

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment