સામે વાળી આવી બારી ખોલે તો વાત બને
ફૂલ અગાશીએ જરા ખીલે તો વાત બને
સામે વાળી આવી બારી ખોલે તો વાત બને
ક્યારનો જોતો વાટ , બન્યો હું થાંભલો
સંધ્યા ઢળી ને ઊગ્યો તો એક તારલો
આ વેળે ચાંદ બની આવી જો એ ખીલે
સામે વાળી આવી બારી ખોલે તો વાત બને .
નજરો મારી છેક પહોચી ખટ ખટાવે બારી ,
ક્યાં સુધી તલ પાપડ આ નજર રોકવી મારી
ધીરજ મારી નથી રહી સાંકળ ક્યારે ખોલે ?
સામે વાળીઆવી બારી ખોલે તો વાત બને
ગોરા ગોરા ગાલ ના નમણાં પાંપણો જેમ ખૂલે
એમ હળવેથી ભીતરથી બારી જરા ખૂલે
મારા હદયની ધડકનો બારીએ જઈ જૂલે
ત્યાં તો સામેથી એના બાપા આવી કંઈક બોલે
આ ધોધમાર વરસાદમાં સામેની બારી કોણ ખોલે ?
સામે વાળી આવી બારી ખોલે તો વાત બને !
ફૂલ અગાશીએ જરા ખીલે તો વાત બને !!
મેવાડા ભાનુ " શ્વેત
No comments:
Post a Comment