સાચો મારો પ્યાર તું જાણી ન શકી
મૌનમાં હતો એકરાર તું જાણી ન શકી
આજે કહે છે તું કે મારો પ્યાર નથી !
વર્ષો નો મારો ઇંતેજાર તું જાણી ન શકી !
કોણ છે ખરાબ એ તો ખુદા જાણે છે ,
શબ્દોનો કર્યો તે પ્રહાર , તુ જાણી ન શકી !
મીઠા મારા સમણાને મે સજાવ્યા હતા
મળી કેવી બહાર તું જાણી ન શકી !!
શ્વેત " સંગ નામ બસ તારું હર ગઝલો માં ,
અંતિમ મારો વ્યવહાર તું જાણી ન શકી !!
મેવાડા ભાનુ" શ્વેત
No comments:
Post a Comment