Sunday, July 9, 2017

મન થાય છે

મીરા બનવાનું મન થાય છે
ગીરીધર ભજવાનું મન થાય છે

આવીશ તું એક દિવસ મળવા
શબરી  બનવાનું મન થાય છે

મારે તો રહેવા ને ઝૂંપડીએ નથી ,
આપને આવકારવાનું  મન થાય છે

કેટલા વરસો વીતી ગયા પ્રભું
તમને પધારવાનું મન થાય છે ?

શ્વેત કરે છે બંદગી પ્રભુ તને
શાંત ચિત રહેવાનું મન થાય છે

મેવાડા ભાનુ " શ્વેત 💐

No comments:

Post a Comment