Monday, February 13, 2017

🌹વેલેન્ટાઈન ડે 🌹

🌹વેલેન્ટાઈન ડે 🌹

તમે ચાહો છો કે નથી ચાહતા
ખબર નથી પણ છતાં ગમો છો
કારણ હું તમને ચાહું છું ...

તમે યાદ કરો છો કે નથી કરતાં
તે છતાં આસપાસ રહો  છો
કારણ હું તમને ચાહું છું ....

અમાસની રાતે શૂન્યતા  ભાસે
ને સમણામાં ચાંદ બની મળો છો
કારણ હું તમને ચાહું છું ....

કાગળ પર લખતો હોઉ ગઝલ
 આવી પ્રત્યક્ષ શબ્દોમાં ભળો છો
કારણ હું તમને ચાહું છું .....

વસો છો ક્યાં ને કયા પરદેશમાં
આવી મારા દિલમાંરોજ ધડકો છો
કારણ હું તમને ચાહું છું ...

તમારી હા હો યા ના અગર હો
પ્રેમના દિવસે એકવાર મળો છો
કારણ હું તમને ચાહું છું ..

મેવાડા ભાનુ " શ્વેત "

No comments:

Post a Comment