Sunday, February 12, 2017

તમને ગમી ગયાં !!


તમને મનમાંને મનમાં  ગમી ગયાં ,
એ મૌન શબ્દો હદયના સાંભળી ગયાં !!

આંખના અશ્રુઓ તોરણ બની ગયા,
એ ન આવ્યા, ગાલ પર ખરી ગયા !!

કોઈ ન વેરો આંસુઓ મારી કબરપર ,
હતા માટીના,  માટીમાં ભળી ગયા !!

ઘનઘોર તિમિરને અમે હરાવી ગયા ,
 કોડિયા જેવું જીવન ભલે જીવી ગયા !

ગઝલો ગુજરાતની સૌને તો ગમી રહી,
શ્વેત " એ જ બહાને તમને ગમી ગયા !

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment