ઘણાની જિંદગી એવી નથી હોતી ,
જીવવા જેવી મજાની નથી હોતી .
ઓ ખુદા! જરાક એક વિચાર કરજે,
ઘાવ પર ભરમાર નમકની નથી હોતી .
વરસોના વરસ ભલે વીતી જાય ,
હદયથી બાંધી પ્રીત ઘડીની નથી હોતી .
એ મૂરત પાછળ જિંદગી છોડી જાય છે ,
મીરા જેવી પ્રીત સખી આજની નથી હોતી !
શ્વેત " તારલા ખર્ચી નાખે છે જિંદગી ,
એમના નસીબમાં ચાંદની નથી હોતી .
મેવાડા ભાનુ " શ્વેત
No comments:
Post a Comment