Monday, September 5, 2016

આંસુ !

તને યાદ કરતાં ઊભરાય આંસુ
તમને ભૂલી ન મનાય  આંસુ !

મારું દર્દ ભલા અહિં કોણ જાણે ?
મને મારા જ ચખાય આંસુ !

એ  ગગન તારી યાદમાં છે કોણ?
વરસે છે તું ત્યારે વખણાય આંસુ !

ખોબે ખોબે હું દરિયો પી ગયો ,
શું વિરહમાં એ ફેરવાય આંસુ ?

શ્વેત " જિંદગી આખી રડ્યો આંસુ ,
ન આંખમાં હજી સુકાય આંસુ !

મેવાડા ભાનુ " શ્વેત
05-09-2016

No comments:

Post a Comment