તું ઝરુખે જ્યારે રોકાય છે
ડાળીઓ જોવા ડોકાય છે
અમાસની ભલે રાત હોય
બંધ આંખે ચાંદની જોવાય છે
ન સુકાન કોઈ મારી નાવનો
જ્યાં તું દેખાય ચલાય છે
સૂરજ મળશે આ ચાંદને ,
વાદળોનો મહેલ રચાય છે !
શ્વેત " વાટ રસ્તે કોઈ જોઈ રહ્યું
સખીઓ આવી કહી જાય છે .
મેવાડા ભાનુ " શ્વેત
07-09-2016
No comments:
Post a Comment