Sunday, September 4, 2016

વળતો નથી !!

સમય ફરી પાછો મળતો નથી,
તને મળું  ,પાછો  વળતો નથી,.

ખીલી ઊઠ્યું છે મારું આ હદય,
આવી પાનખર  ખરતો નથી !

આવી રોજ મૂકી જાય  ગુલાબ ,
એ માળી છે  મળતો  નથી !

કરું છું નિયમિત તમને સંવાદ ,
ગઝલોમાં જવાબ મળતો નથી !

શ્વેત "  મળશે નહિ તમોને કદી ,
જીવ જાય પછી વળતો નથી !

_ મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment