વિચારોથી નથી લખાતી ગઝલ ,
ઊર્મીઓથી હદયમાં રચાતી ગઝલ ,
આખે આખો સ્તબ્ધ થઈને ઊભો છું
નજરોથી નજર તારી બંધાતી ગઝલ .
પ્રેમનાં ફૂવારાઓ ઊછળતા ઊમળકે ,
સોળ વરસની જોબન ભીંજાતી ગઝલ .
તારા હોઠ ભરેલા મધ મીઠા તે રસોના ,
તે જોઈ ને ઓસ સમી ટપકતી ગઝલ .
કુદરતનો માનો એટલો આભાર ,
યુવાનીના હદયોમાં ખીલતી ગઝલ .
શ્વેત " દરિયો આ મોજાઓ બનીને ઊછળે,
નક્કી કિનારે યુવાનીની સ્પર્શતી ગઝલ .
મેવાડા ભાનુ " શ્વેત
03-09-2016
No comments:
Post a Comment