Friday, September 23, 2016

વાત છાની નથી !

મારી કોઈ વાત છાની નથી ,
ગઝલમાં હ્રદય છે વાણી નથી!

ન મનાય તો  ચાખી લે તું
આંસુ છે આંખનું પાણી નથી !

આ પ્રેમ મારો એક તરફી નથી,
વાંચે રોજ ગઝલ,કહાની નથી !

નાવ પ્રેમની ઊતારી દરિયામાં,
વિશ્વાસ રાખ  ભલે પાણી નથી!

આ રાનમાં  હોય છે  વસંત પણ,
પૂર્ણ  પાનખરી જિંદગાની નથી.

શ્વેત" મેવાડા ભાનુ

No comments:

Post a Comment