Saturday, August 6, 2016

ગણકારતી નહિ !!

નસીબની વાત તો તું કરતી નહિ ,
હથેળીની રેખા  તો બતાવતી નહિ

પ્રેમનો અવસર તો  ઊજવ્યો નથી
આવી ને મોતને તું સજાવતી નહિ !

ઓળખાણ  થઈ હતી આંખોથી આપણી ,
મળીશ તને ઓળખાણ  નકારતી  નહિ !

ને  સ્વીકાર્યુ  કે  પ્રેમ કરું છું તમને ,

વિધાતાની કલમને તું હવે ગણકારતી નહિ !

શ્વેત "મેવાડા ભાનુ

No comments:

Post a Comment