Thursday, August 4, 2016

હે, ઇશ્વર !!!!

હે ઇશ્વર !!!

હે , ઇશ્વર  ઓળખી લે જે
હે ,ઇશ્વર ! હું તને ચાહું છું
નિરંતર મને ચાહતો રે ' જે
હાથમાં  છે નહિ કઇ મારા
કારણ હું ખુદ ભૂખ્યો છું
હે ઇશ્વર !ઓળખી લે જે
તારે નિત નિત નવા નવા વાઘા !
મારે  છે ફાટેલી ,ટીકડી વાળી ,મેલી ઘેલી પોતડી
હે ,ઇશ્વર ઓળખી લે જે !
મારે છે બે આંખો તોય તને હું ઓળખુ છું
બાપ ઇશ્વર ! છે હજારો આંખવાળો .....
ફરી કહું છું ઓળખી લે જે
તને હું ચાહું છું
મને નિરંતર ચાહતો રે ' જે
હું સારો છું મને હવે ડર લાગે છે કારણ
ઇશ્વર તારો ન્યાય યોગ્ય નથી !
સારા હોય છે એની દશા સારી નથી હોતી ,
એટલે કહું છું હે , ઇશ્વર !
ન્યાય બદલી લે જે !
મને ઓળખી લે જે
રોજ નાહુ છું મારા જ આંસુએ
હે , ઇશ્વર હું તને ચાહું છું
નિરંતર મને ચાહતો રે ' જે
હે , ઇશ્વર ! " શ્વેત " કરે છે બંદગી
આંસુઓ જોડીને
ઓળખી લે જે
હું તને ચાહું છું મને તું
નિરંતર ચાહતો રે ' જે
હે , ઇશ્વર ! મને ઓળખી લે જે !!!

શ્વેત "મેવાડા ભાનુ

No comments:

Post a Comment