Friday, July 15, 2016

ગમી ગયા

તમે ગમી ગયા તો બસ ગમી ગયા ,
અમે થોડા નમી ગયા તો બસ  નમી ગયા.

કાયમ  બંધ હતી એ બારી આજ ખુલ્લી હતી ,
એમજ અમે વળી ગયા તો બસ વળી ગયાં .

હાથમાં રાખી ગુલાબ સાચેજ એ જ ઊભા હતા
સમણાં અમે  સરી ગયા તો બસ સરી ગયાં .

આ બાળપણ  ક્યાં ફરી ફરી ને આવે છે
જે  રમત રમી ગયા તો બસ રમી ગયાં .

શ્વેત "  સૂમસામ રસ્તો છે ન કોઈ હવે સંગાથે ,
જે ડરી ગયા તે મરી ગયા બસ આપણે તો જીવી ગયા ......

શ્વેત " મેવાડા ભાનુ
14-07-2016

No comments:

Post a Comment